સુખની પ્રાપ્તિ માટે દેવીને કેવા ભોગ ધરાવશો

                                  સુખની પ્રાપ્તિ માટે દેવીને કેવા ભોગ ધરાવશો

દેવીને પ્રસન્ન કરવાનું પર્વ ચૈત્રી નવરાત્રી

      શક્તિની ભક્તિ કે ઉપાસના નો પર્વ એટલે નવરાત્રી આપણે ત્યાં બે નવરાત્રિનો વિશેષ મહત્વ છે ચૈત્ર માસને નવરાત્રી અને બીજી બીજી છે આસો માસની નવરાત્રી ગરબા ઉપાસના કોઈ ઘરનું મહત્વ છે જ્યારે ચૈત્રી નવરાત્રી જૈવિક સાધના ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ છે નવરાત્રિના નવ દિવસ દેવીના નવ રૂપોની આરાધના કરવાથી સાધકને માતાજીના આશીર્વાદ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે ચૈત્રી નવરાત્રી અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે માર્ચ કે એપ્રિલ મહિનામાં આવતી હોય છે ચિત્રના માસને નવરાત્રી ઉત્તર ભારતના હિમાચલ ઉતરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર અને મધ્યપ્રદેશમાં વિશેષ મહત્વ ધરાવે છે આ સિવાય ભારત ભરના લોકો આ નવરાત્રીમાં ઘટ્ટ સ્થાપના અને ઉપવાસ કરે છે 

 


    દેવીની ઉપાસના સાધના પૂજન અર્ચન બાદ દાન આપવાથી આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે. માતાજીને નવ દિવસ અલગ અલગ ભોગ ધરાવવાથી અલગ ફળ મળે છે. દેવી ભાગવતના આઠમસ સ્કંદમાં દેવી ઉપાસનાનું વિસ્તૃત વર્ણન છે

એકમ

નવરાત્રી નો પહેલો દિવસ એટલે એકમ એકમને નૈવેદ્ય તરીકે ગાયનું ઘી માતાજીને અર્પણ કરવાથી  રોગોમાંથી મુક્તિ મળે છે દેવીનું ષોડશોપચાર પૂજન કરીને ગાયનો ઘી થી બનેલી કોઈપણ વાનગી બનાવીને માતાજીને અર્પણ કરવી જોઈએ

બીજ

નવરાત્રી ના બીજા દિવસે એટલે બીજના દિવસે માતાજીને સાકરનો ભોગ ધરાવો જોઈએ અને ધરાવેલ સાકરના ભોગને ગરીબોમાં દાન કરવું જોઈએ આમ કરવાથી વ્યક્તિ દીર્ઘ આયુષ્ય ભોગવે છે

ત્રીજ

નવરાત્રી નો ત્રીજો દિવસ એટલે ત્રીજ એ દિવસે દૂધથી બનેલી કોઈ વાનગી કે દૂધ નોનૈવેદ્ય માતાજીને ધરાવવાથી માણસને સમસ્ત દુઃખમાંથી છુટકારા મળે છે

ચોથ

નવરાત્રી નો ચોથો દિવસ એટલે ચોથ એ દિવસે માતાજીને માલપુવાનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે આ ભોગ ધરાવીને એનું દાન કરવું જોઈએ

પાંચમ

નવરાત્રી નો પાંચમો દિવસ એટલે પાંચમ એ દિવસે માતાજીને કેળાનો ભોગ ધરાવો જોઈએ કેળાનો ભોગ ધરાવવાથી વ્યક્તિની વિવેક બુદ્ધિ નો વિકાસ થાય છે અને વ્યક્તિના સુખમાં વૃદ્ધિ થાય છે

છઠ્ઠ

નવરાત્રી નો છઠ્ઠો દિવસ એટલે છઠ્ઠ એ દિવસે માતાજીને મધ ન ભોગ ધરાવો જોઈએ મધ ન ભોગ લગાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપ મળે છે મધનું ભોગ ધરાવીને એનું દાન કરવું જોઈએ

સાતમ

નવરાત્રી નો સાતમો દિવસ એટલે સાતમ એ દિવસે માતાજીને ગોળનો કે ગોથી બનાવેલ ગોળથી બનાવેલ વાનગીનો ભોગ ધરાવો જોઈએ અને એનું દાન કરવું જોઈએ ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોખ દૂર થાય છે

આઠમ

આઠમ એટલે નવરાત્રી નો આઠમો દિવસ નવરાત્રીના આઠમા દિવસે શ્રીફળનો ભોગ લગાવો જોઈએ શ્રીફળનો ભોગ લગાવવાથી માણસનો સંતાપ દૂર થાય છે 

નોમ

નોમ એટલે નવરાત્રી નો નમો દિવસ નવમો દિવસ એ નવરાત્રીનો આખરી દિવસ એ દિવસે અનાજ અલગ અલગ અનાજનો ભોગ ધરાવો જોઈએ અને દેવીના રાંધેલ અનાજનો ધરાવીને એનું દાન કરવાથી માણસને આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે  







Post a Comment

0 Comments