મહા શિવરાત્રી ની પૂજા કેવી કરવી જોઈએ

 નમસ્કાર મિત્રો

શિવરાત્રી: મહાદેવનું પ્રમુખ ત્યોહાર


શિવરાત્રી એક હિંદુ ધાર્મિક ઉત્સવ છે .જેમા ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ ઉત્સવ ભારતના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવે છે અને ખાસ કરીને ગુજરાતી સમાજમાં આ ઉત્સવની ધૂમ હોય છે.આ પવિત્ર તહેવાર દર વર્ષે ફાગણ માસમાં મનાવવામાં આવે છે.આ દિવસે શિવ ભગવાનની આરાધના કરીને તેમની કૃપા અને‌ આશીર્વાદ‌‌ પ્રાપ્ત કરી શકાય છે.



શિવરાત્રી માં મહાદેવના લિંગની પૂજા કરવામાં આવે છે. . આ દિવસે ભગવાન શિવની પૂજા, ધ્યાન અને મંત્રજાપ કરવામાં આવે છે. સોમનાથજ્યોતિર્લિંગ મંદિરના આસપાસના પ્રદેશોમાં લોકોદ્વારા નિયમિત ધાર્મિક , કાર્યક્રમો , ભજન-કીર્તન અને પૂજાનો આયોજન કરવામા આવે છે.

મહા શિવરાત્રી નો પર્વ એટલે ભગવાન શંકરની આરાધના કરવાનો ઉત્તમ સમય

આ વર્ષે મહા શિવરાત્રી  ૮ માર્ચ ૨૦૨૪ ના રોજ છે. શિવરાત્રી ના દિવસે મંદિરોને સજાવવામાં આવે છે ફૂલો થી , રંગબેરંગી લાઈટસ થી મંદીર ની શોભા વધી જાય છે. ભક્તો શિવરાત્રી નો ઉપવાસ કરે છે.

માન્યતા મુજબ શિવરાત્રિ નાં દિવસે ભગવાન શંકર અને માં પાર્વતીના લગ્ન થયાં છે.

ચાલો જાણીએ કેવી રીતે કરવી 

શિવરાત્રી ના દિવસે સવારે બ્રંમ્હમુર્હત માં ઉઠી જવું

આપણા નિત્ય કર્મ પુરાં કરીને, ભગવાન શિવ ની શિવલિંગ ની સ્થાપના કરવી શિવલિંગ પાર્થિવ હશે તો ખુબ જ ઉત્તમ

દૂધ, પાણી, પંચામૃત થી ભગવાન શિવ ની ષોડશોપચાર પૂજન કરવું

ભગવાન શિવ ને બિલ્વપત્ર અધિક પ્રિય છે  ૧૦૮ કે ૧૦૦૮ બિલ્વપત્ર શિવ જીને‌ પુર્ણ શ્રધ્ધા થી અર્પણ કરવામાં આવે તો આપણા ધારેલું બધું કાર્ય સફળ થાય છે

શિવલિંગ પર, દૂધ પાણી પંચામૃત ધતુરો શમીપત્ર , ધોળા ફૂલો ભસ્મ અબીર ગુલાલ , લાલ ચંદન પીળા ચંદન, એક દાણો ચોખા નો ચઢાવવામાં આવે છે 

ભગવાન શિવ ને મંત્રોથી ખુશ કરી શકાય છે શંકર જઈ ના મંત્રોથી આપણી નકારાત્મકતા નિકળી જાય છે અને આપણામાં સકારાત્મકતા નો સંચાર થાય છે 

નીચે આપેલ મંત્રોથી ભગવાન શિવ ને રાજી કરવા

ૐનમઃ શિવાય 

શ્રી શિવાય નમસ્ત્યુભં


ॐ नमो भगवते रुद्राय नमः



મહામૃત્યુંજય મંત્ર વેદોકત

 ૐ ત્ર્યામ્બકામ યજામહે સુગંધિમ પુશ્તીવાર્ધાનામ
ઉર્વારુકામીવા બબંધાનત મૃતોર્મુક્શીયા મામૃતાત

મહામૃત્યુંજય મંત્ર પુરાણોકત

ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં શરણાગતમ્
જન્મમૃત્યુ જરા વ્યાઘિ પિડીતં કમૅબન્ઘનૈઃ


રુદ્ર ગાયત્રી મંત્ર
ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય
ધીમહી તન્નો રુદ્રઃ પ્રચોદયાત્


દર્શનમ બિલ્વપત્રસ્ય સ્પર્શનમ પાપનાશનમ |અઘોરપસંહારમ બિલ્વપત્રમ શિવર્પણમ

ૐ નમ: શિવાય શાન્તાય 

ૐ નમ: શિવાય ગંગાધરાય ’

ૐ પાર્વતીપતયે નમ: ’


ૐ નમ: શિવાય વ્યોમકેશ્વરાય ’


ૐ હં હં સહ: ’


ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુઘમ્ | ત્રિજન્મ પાપસંહારમ્ એક બિલ્વં શિવાપૅણમ્

કુશના આસન પર બેસીને ઉપર જણાવેલ મંત્રોમાંથી કોઈપણ એક રુદ્રાક્ષની માળાથી જાપ કરવો જોઈએ 



 


Post a Comment

0 Comments